બીક ના બતાવો
બીક ના બતાવો
હું માણસ છું મહેકતો મજાનો,
મને મૌસમની બીક ના બતાવો,
નિરાશામાં આશાનો દીપ જલાવી રાખું છું,
મને અંધકારની બીક ના બતાવો.
ઠોકર પછી પણ હિંમત રાખું છું,
મને નિષ્ફળતાની બીક ના બતાવો,
હું તો આંસુને પણ હસીમાં ફેરવું છું,
મને નાકામિયાબીની બીક ના બતાવો.
તકદીરનો બાદશાહ છું હું,
મને ભાગ્યની બીક ના બતાવો,
રસ્તો ના મળે તો કેડી કંડારુ,
મને હારની બીક ના બતાવો.
જીવન એવું સુંદર જીવી જાણ્યું,
મને મૃત્યુની બીક ના બતાવો,
મળ્યું એ માણવાનો અંદાજ છે મારો,
મને હારની બીક ના બતાવો.
