ભૂત
ભૂત


ભૂતથી સાવ ખોટો ડરે છે માનવી.
નામ સાંભળતા થરથરે છે માનવી.
વ્યક્તિથી ના ડરનારો છે માણસ,
પડછાયાથી પારોઠ ભરે છે માનવી.
નબળા માનસની ઊપજ આખરે,
ભયમાંને ભયમાં એ મરે છે માનવી.
ભૂત જોનાર બેથી વધુ નહીં હોય,
લોકવાયકાને અનુસરે છે માનવી.
મક્કમ મનોબળ રાખનાર જીતે છે,
ડરબીકથી ભૂત સંચરે છે માનવી.