STORYMIRROR

ALKA J PARMAR

Drama Children

3  

ALKA J PARMAR

Drama Children

ભૂલકાંઓએ કરી કરામત

ભૂલકાંઓએ કરી કરામત

1 min
196

આજે મારા ભૂલકાંઓએ કરી કરામત,

 રૂમમાં તોડી ખુરશી ને હવે કરે મરામત,


 એક લાવે ફેવિકોલ ને એક લાવે ખીલી,

 મરામત કરતા કરતા વાગી ગઈ ખીલી,


બાજુ મૂકી ખુરશીને લાવ્યા દવાનું બોક્સ,

એટલામાં તો આવી ગયા સાહેબ એમના બોસ,


 સાહેબ ને જોઈ ભૂલકાંઓ તો ભાગે ફટાફટ,

 સાહેબ કહે ભાગ્યા વિના હવે બેસો ફટાફટ,


 કોણે તોડી ખુરશી ને આ કરી કરામત,

 હવે કોઈએ ખુરશીની નથી કરવી મરામત,


 આજ મારા ભૂલકાંઓએ કરી કરામત,

 રૂમની તોડી ખુરશીને હવે કરે મરામત.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama