STORYMIRROR

Dipal Upadhyay

Inspirational

3  

Dipal Upadhyay

Inspirational

ભૂલી જા વિતેલી વાત

ભૂલી જા વિતેલી વાત

1 min
13.1K


ચાલ ભૂલી જા વિતેલી વાતને, 

જીરવી લે આ બધાં આઘાતને. 

ચાંદનીને ચાંદથી પરણાવવા, 

મોકલી કંકોત્રી પૂનમ રાતને. 

કોક પર આરોપ મૂકજે; તે પછી, 

જોઈ લે પહેલા તું તારી જાતને. 

જે તને તારાથી પણ અળગો કરે, 

માર ઠોકર દોસ્ત અેવી નાતને. 

જીંદગીનો માર્ગ દેખાડી દિધો, 

અેટલે વંદન કર્યુ અે લાતને. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational