Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Tragedy

ભુલો પડ્યો છું

ભુલો પડ્યો છું

1 min
8


ભૂલો પડ્યો છું, ભટકી રહ્યો છું, માર્ગ મુજને મળતો નથી,

મંઝિલે પહોંચવું છે મારે પણ, દિશા મુજને સૂજતી નથી,


ચાલી ચાલીને થાકી ગયો છું, વિસામો ક્યાંય મળતો નથી,

પરસેવેથી રેબઝેબ થયો છું પણ, છાંયો ક્યાંય જડતો નથી,


અંધકારમાં ઠોકરો ખાઈ રહ્યો છું, ઉજાસ ક્યાંય દેખાતો નથી,

ઠોકરો ખાઈ ઘાયલ બન્યો છું પણ, ઈલાજ કરનાર કોઈ નથી,


તરસથી હું તડપી રહ્યો છું, શીતળ જળ ક્યાંય મળતું નથી,

આંસુઓ વહાવી રહ્યો છું પણ, લુછનાર અહીંયા કોઈ નથી,


ભૂખથી ખૂબ તરફડી રહ્યો છું, મુજથી હવે સહન થતું નથી,

"મુરલી" જીવતાં કફન બન્યો છું પણ, ચાદર કોઈ ઓઢાડતું નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy