ભુલો મારી માફ કરી દઈશ
ભુલો મારી માફ કરી દઈશ
ભુલો મારી માફ કરી દઈશ, મનને હુ મારા સાફ કરી લઈશ,
મારો છે દિવસ અને મારી છે રાત, નથી જોવુ બીજાનું હવે બસ મારી જ છે વાત,
દરેક સમયમાં હું ખુશ રહી લઈશ, સંકટને હું મારા મિત્રો બનાવી લઈશ,
ભુલો મારી માફ કરી દઈશ, મનને હુ મારા સાફ કરી લઈશ,
એકવાર મળી છે જીંદગી, જીંદગીમાં હુ અનેરા રંગ પુરી દઈશ,
એવા આત્મવિશ્વાસથી હું મારી જીંદગીનો દરિયો ભરી લઈશ,
ભુલો મારી માફ કરી દઈશ, મનને હુ મારા સાફ કરી લઈશ,
સુખ દુ:ખનાં આ જીંદગીનાં પાટાને સાફ કરી લઈશ,
હંમેશા ખુશ રહું એવો અહેસાસ કરી લઈશ,
ભુલો મારી માફ કરી દઈશ, મનને હુ મારા સાફ કરી લઈશ,
ગગનમાં ભાંગતા એ વાદળમાં મારું સ્વપ્ન છોડી દઈશ,
સપનાં સાચાં કરવા થોડો કષ્ટ કરી લઈશ,
ભુલો મારી માફ કરી દઈશ, મનને હુ મારા સાફ કરી લઈશ,
દુ:ખ આપ્યાં છે ઘણાંને મેં જીવનમાં, દુ:ખને હુ મારી લાગણીમાં ફેરવી દઈશ, બધાને મારા દીલમા વસાવી લઈશ,
ભુલો મારી માફ કરી દઈશ, મન ને હુ મારા સાફ કરી લઈશ,
શું લાવ્યાતા જીંદગીમાં ને શું લઈ જવાના ? આ ભાડાની જીંદગીમાં થોડા ખુશીઓનાં તરંગો છલકાવી દઈશ,
ભુલો મારી માફ કરી દઈશ, મનને હુ મારા સાફ કરી લઈશ,
સમસ્યાઓ તો ઘણી બધી આવે છે, પણ, દરેક સમસ્યાઓને પ્રેમથી સ્વીકારી લઈશ, જીંદગીમાં આગળ સારૂ જ થશે એવો આત્મવિશ્વાસ ભરી દઈશ.