ભુલી ગયો
ભુલી ગયો


મળ્યો ઘણાને, પોતાને મળવાનું જ ભુલી ગયો
કોણ છે તુ ? શુંં ચાહે છે, એ પુછવામુ ભુલી ગયો
હમેશા પુરુષાર્થ કરી મે કર્યું મે કર્યુ કરતો રહ્યો,
પણ પ્રારબ્ધમાં શું લખ્યુ છે, એ જોવાનું ભુલી ગયો
સાચુ સુખ શુંં ? શોધવા ચારેકોર ભટકતો રહ્યો
મનમા જે સંતાયુ છે, એને બહાર શોધતો રહ્યો
લાગણીઓ ઘણી છે, દિલમાં છુપાવાનુ ભુલી ગયો
લોકો રુઠતા રહ્યા અને હુ હમેશા મનાવતો રહ્યો
ઈશ્વર મનમા જ છે ગુરુએ સમજાવ્યું એ ભુલી ગયો
હંમેશા મંદિર - મસ્જિદમાં એને શોધતો રહ્યો
હર માનવીના લોહીનો રંગ લાલ છે ભુલી ગયો
મજહબના નામ પર, લોકોને લડતા હુ જોતો રહ્યો
મૃદુલ મન લખવા બેઠુ તો શબ્દો ભુલી ગયો
ઉપમાઓથી ગઝલ બની ગઈ ને હુ જોતો રહ્યો
સમય બહુ ઓછો રહ્યો છે હવે હાથ મા ત્યારે.
ઇશ્ચર પાસે જવાની તૈયારી કરવાનું ભુલી ગયો