STORYMIRROR

Katariya Priyanka

Romance

3  

Katariya Priyanka

Romance

બહુ પ્રેમ કરું છું

બહુ પ્રેમ કરું છું

1 min
159

એ એક છોકરી,

જેને હું બહુ પ્રેમ કરું છું,

દૂર ન જાય મારાથી કદી,

બસ એજ વાતથી ડરું છું,

એને મારામાં ઓતપ્રોત રાખવાં,

નાની નાની વાતમાં રિસાઈને લડું છું.

હા, એ એક છોકરી,

જેને હું બહુ વ્હાલ કરું છું......


હા, એ એક છોકરો,

જેને હું પણ ઘણો પ્રેમ કરું છું.

નારાજ જો એ હોય તો,

કંઈ પણ ક્યાં ગમાડું છું.

એને કોણ જણાવે,

ઘડી બે ઘડી પણ,

એને હૃદયથી ક્યાં અળગો રાખું છું.

નારાજ જો એ હોઈ તો,

એનાં ફોટાનેય કેટલીવાર મનાવું છું.


એ એક છોકરી,

જેને હું બહુ પ્રેમ કરું છું....

એનાં શ્વાસે શ્વાસે તો,

હું જીવન વિતાવું છું.


એનાં નામનું મંગળસૂત્ર પહેરી,

માંગમાં સિંદૂર સજાવી,

હાથોમાં હાથ રાખી,

સાત ફેરા ફરવા ચાહું છું.


રૂમાલ, મોબાઇલ, પેન, ટિફિન,

ઘડિયાળથી લઈ દવા ને ચશ્માં આપી,

એની સાથે રહેવા માંગુ છું...


હા, આજીવન એની સાથે લડવા ચાહું છું,

આખરી શ્વાસ એનાં ખોળે લેવા માંગુ છું...

હું એને બહું પ્રેમ કરું છું...


એ છોકરી, જેને હું બહુ પ્રેમ કરું છું,

એની તસ્વીરને ધડકન બનાવી,

જીવવા ચાહું છું...

હું એને બહું ચાહું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance