ભરતી ઓટ
ભરતી ઓટ


પૂર્ણ ચંદ્ર રૂપ જોઈ સાગર ચાંદને મળવા ઉછળતો
સોમ સમુદ્રે ભરતી છલકતા નીરને પામવા છળતો,
જૂઓ ને હરેક પૂનમે પૃથ્વી પર આવે કેવી ભરતી
દરિયામાં ઓટ અમાસે આવે ત્યારે હોડીઓ તરતી,
ઊચકાતી નૌકાઓ રત્નાકરે બધી ભરતીના પ્રતાપે
ડૂબતા વળી કોઈ જહાજ મદમસ્ત ભરતીના સંતાપે,
ક્યારેક જો ચંદ્ર પૂનમે રૂપ ધરે પૃથ્વીનું એક જ વાર
ચાંદના સમુદ્રની ભરતી કરે તો કિનારે પ્રચંડ વહાર,
સમય ને ભરતી ક્યાં જૂએ છે સંસારમાં કોઈની રાહ
નારાજ નિષાદ પણ પ્રેમીઓ કરે ભરતીની વાહવાહ,
સદનસીબ આવે મહેનતથી જેમ દરિયે શાંત મોજા
ભરતીની જેમ દુર્ભાગ્ય આણે જીવનમાં મોટા બોજા,
વણલખ્યો નિયમ છે ઓટ પછી ભરતી તે પછી ઓટ
કુદરતના કાનૂનને તોડનારા કંઈ થઇ ગયા છે લોટ,
પૂર્ણ ચંદ્ર રૂપ જોઈ સાગર ચાંદને મળવા ઉછળતો
સૂરજ જોઈ થાળી જેવડો ચાંદ પણ પ્રભાતે ઢળતો.