ભરોસાની વાત
ભરોસાની વાત
પંખી બેઠું છે મજાની ડાળ પર,
છે ભરોસો ઝાડ એ સ્નેહાળ પર,
પ્રેમથી કેવી વહે છે એ નદી,
હેત એને કેવું માનવબાળ પર,
મોહમાયા એટલી તો ખેંચતી,
મોહતો માનવ બધે વાચાળ પર,
છે ગજબનો વાદ કરતાં જગમહીં,
એટલે તો ઊતરે જંજાળ પર,
કાયમી ’સાગર’ વિચારી બોલવું,
જિંદગી બગડે છે નાની ગાળ પર.
