Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama

ભરમાર

ભરમાર

1 min
191


નદીના બે કિનારા વચ્ચે મિલનની વહી રહી ભરમાર,

ને ક્ષિતિજો સઘળી વિરહનો જ ગજવી રહી અણસાર !


હવે જીરવીનેય કેટલું જીરવીએ ભ્રમણાઓની વચ્ચે,

રાત ભર અજંપો જ ભેગો કર્યો સપનાનો કરી શણગાર !


સત્ય તો હડસેલાયું જિંદગીની કિતાબના હાંસિયામાં,

પછી જૂઠની જ આખા પુસ્તકમાં થતી રહી આળપંપાળ !


પડછાયા હારે પ્રીત થઈ અમથી અમથી અજવાળામાં,

ને પછી ઓગળીને જાત પડછાયાની થઈ ગઈ અંધકાર !


હું કોણ છું? બસ એક માત્ર પ્રશ્નના જવાબની શોધમાં,

આખી જિંદગીની રઝળપાટ, સવાલોની બની ગઈ વણઝાર !


એક ફૂલ સામે આપી દીધો ચમન આખે આખો તે મને "પરમ",

સુગંધની એક લહેરખી "પાગલ" પનની આપી ગઈ ભરમાર !



Rate this content
Log in