ભરેલી જ છે
ભરેલી જ છે


આમ તો દુનિયા જ દુષ્ટતા ભરેલી જ છે,
આમ તો દુનિયા સરસ રંગો ભરેલી જ છે.
આ ઈશ્કની ચાલ જોઈને મને નફરત થાય છે,
આ ઈશ્કમાં આંખ અશ્રુઓ ભરેલી જ છે.
છું હ્રદયનો સાવ ભોળો કોઈ દિલની ચાહ છે,
શાંત રાત્રીમાં જ સ્તબ્ધતા ભરેલી જ છે.
છું હ્રદયથી પ્રેમનો પ્યાસો પ્રણય શોધે મનડું,
આંખ પ્રિયાની તલાશીમાં ભરેલી જ છે.
આ કવિ દિલથી જ તો ભોળા પ્રભુ જેવો છે,
આ કવિના દિલ નયનથી દર્દથી ભરેલી જ છે.