ભોળું પારેવડું
ભોળું પારેવડું


લ્યો એક પારેવડું ભોળું અમારે ઘેર આવ્યું,
ને સુખનું ટોળું અચાનક લીલાલહેર લાવ્યું.
ચાહત સૌના દિલની જયારે એક થઇ ગઈ,
દીકરીના અવતારમાં મહાલક્ષ્મીનું રૂપ આવ્યું.
નહોતી માંગણીઓ અમારી કોઈ પ્રાર્થનાઓમાં,
તોય કર્મ ફળ બનીને એક માસૂમ ફૂલ આવ્યું.
છલકાઈ ગઈ સૌની ખુશી અનહદ ને અનંત,
તો આંખોમાં એક મનગમતું ચોમાસુ આવ્યું.
નિર્દોષતાના કેન્દ્રમાંથી ઉઠી એક તરંગ ભાવ,
સૌને મોહિત કરે એવું સ્મિતનું એક મોજું આવ્યું.
કિલ્લોલ ને કીકીયારીઓથી ભરાઈ ગયું આખું ઘર,
શરણાઈઓના સાત સૂરોનું સંગીત સપ્તક આવ્યું.