ભલું રે થયું રે ખૂબ જ ભલું રે
ભલું રે થયું રે ખૂબ જ ભલું રે
ભલું રે થયું રે ખૂબ જ ભલું રે થયું
જાગી ભક્તિની ગંગા એ તો ભલું રે થયું
અંતરની ગંગોત્રીથી પ્રકટી ઊઠી છે એ તો,
ત્રિભુવન મારું એથી પાવન થયું... જાગી.
વિષયોમાં મનને લાગી માધુરી જરીય નહીં
ચરણોમાં ચિત મારું મોહાઇ રહ્યું... જાગી.
આઠે પહારે રાગે રગ રગ રંગાય મારી
હૈયું તો રસથી ભીનું હાથ ના રહ્યું... જાગી.
દર્શન તમારું મંગલ મુક્તિનું કારણ માનું,
વાણીમાં વેદગાન ઘણું રે ભર્યું... જાગી.
ચિંતા ટળી ગઇ ને દુઃખડાં મટી ગયાં છે,
મૃત્યુ મરી ગયું, છે અમૃત મળ્યું... જાગી.
શરણું લેવાથી શાંતિ, સિધ્ધિ, મળી ગઇ છે,
‘પાગલ’ થવાથી તન નવું છે થયું... જાગી.
-ફરિયાદ આ અમારી, કરુણાળુ ના સુણે જો, સુણશે પછી કહે કો ?
અરજી આ અલ્પ મારી, કરુણાળુ ના સુણે જો, સુણશે પછી કહે કો ?
શ્રી યોગેશ્વરજી
