Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Sheetal Bhatiya

Inspirational Others

3.1  

Sheetal Bhatiya

Inspirational Others

"ભક્તિ "

"ભક્તિ "

1 min
475


ઓ ઈશ્વર!

મહાન વિભૂતિ તારી હોય જે ;

તેનાથી સર્જાયું તારું દિવ્ય પ્રેમળ રુપ !

એ પૂજ્યની મેં કરી અનહદ આરાધના ;

ને મળ્યું મુજને જીવંત જીવનનું સુગંધી ધુપ !


તારી એજ કૃપાથી કર્યું કર્મ મેં મારું;

ને રહ્યો સદા મુજ સંગે પડછાયો તારો !

જ્યાં કોઈ ન હોય મારી સાથે ;

ત્યાં તૂજ નજર સમક્ષ ને થયો તું મારો !


તારી આ વિશાળ સૃષ્ટિમાં મને;

ક્યાંક ને ક્યાંક તો ભેટ તારી મળતી રહી!

આજ તારા વિશ્વાસ સાથે;

'તારી' ને 'મારી' કહાણી આખા જગને મેં કહી!


છતાં કેમ, કેમ ન જાણે ? ;

કહી 'પાગલ' મુજને ન ગણકારે કોઈ !

તારી લીલા તો તૂજ જાણે ;

હું ભાગ્યશાળી! તારા ઐશ્વર્યને મારી દ્રષ્ટિએ જોઈ!


આજે પણ છલકાય છે નયનના સમંદરમાં ;

એજ અશ્ક પણ હવે તારા માટે !

મારા સ્વપ્નમાં તે ખુદ આવીને;

લુછ્યા તે અશ્ક ને બન્યું એ રક્ષણ મારા માટે !


હવે તો રોજે રોજની મારી ભાવભીની સવાર મધુર;

સૌથી નોખી નોખી !

તેજસ્વિતા-કર્મનિષ્ઠા-ભાવસભરતાથી છલોછલ;

"સ્વપ્નીલ"ની “ભક્તિ“ તો અનોખી અનોખી!


Rate this content
Log in