STORYMIRROR

PRAVIN PATEL

Inspirational Others

3  

PRAVIN PATEL

Inspirational Others

ભજી લે કિરતાર

ભજી લે કિરતાર

1 min
236

આ દુનિયામાં સૌ કરે છે મારું મારું,

પણ કહું છું હું સાચું કોઈ નથી તારું !


આવ્યો છું એકલો જવાનો તું એકલો,

તો શીદને કરે છે મોટો મોટો તું રસાલો !


આ દુનિયામાં સૌ કરે છે મારું મારું.....


ચાહે દુનિયા તને જ્યાં સુધી તનમન સારું,

જે દિ' માંદુ પડ્યું તનમન કોઈ ન આવે ઓરું !


આ દુનિયામાં સૌ કરે છે મારું મારું..........


એક જ છે તું તારો એટલું સમજી લે તું સાચું,

બંધાયા છે જગતના બંધન ખાલી સૂતર તંતુ !


આ દુનિયામાં સૌ કરે છે મારું મારું............


મળ્યો મનેખ તણો અવતાર તું ભજી લે કિરતાર,

કાન્તાસુત જગત સારનો સાનમાં દે છે અણસાર !


આ દુનિયામાં સૌ કરે છે મારું મારું,

પણ કહું છું હું સાચું કોઈ નથી તારું !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational