ભજ મન ભાવ ધરી ભગવાન
ભજ મન ભાવ ધરી ભગવાન
ભજમન ભાવ ધરી ભગવાન……
ભજમન ભાવ ધરી ભગવાન.
દીધા એણે લાખેણા સન્માન(૨)
જન્મ્યા જગે કર્મ બંધને
અબૂધ ને અણજાણ
શાતા દેતો સૌનો થઈને
ધર્યા એણે સેવામાં બ્રહ્માંડ…ભજમન ભાવ ધરી ભગવાન.
વણ માગ્યું એ આવીને મળતું
થાતી મારાની મોંકાણ
અણજાણ્યાને ઓટલે મળતા
જુગજુગ જૂના એંધાણ…ભજમન ભાવ ધરી ભગવાન.
શોધવા નીકળું તીર્થ ઘાટે
આભાસે રમતો જ નાથ
સમરું અંતરે ધ્યાન ધરીને
પામતો નીત સંગાથ….ભજમન ભાવ ધરી ભગવાન.
ઝાંખું દર્શન નીજ મંદિરમાં
પામું પ્રેમ પ્રકાશ
' આકાશદીપ' કહે સુણજો સાથી
છોડ્યો હુંકાર એ જ ઉજાશ
ભજમન ભાવ ધરી ભગવાન…(૨)
રમેશ પટેલ(આકાશદીપ)
