ભિખારીની વેદના
ભિખારીની વેદના
1 min
23.7K
ક્યારેય કરી છે... એક કોશિશ !
એ જાણવાની કે... વેદના ભુખ્યાની,
કેટલી ટળવળતી હશે !
શું તેને... અમીરોના ઘરે ઘરે જઈ
ભીખ માંગવી, ગમતી હશે ?
તિરસ્કાર ભરી આંખો,
ધિક્કાર ભર્યા શબ્દો,
પશુ જેવું વર્તન,
શું આ બધું સહન કરી,
તેની અંતરાત્મા
શાંત રહેતી હશે ?
છતાં...
એક બટકું રોટલી મળતા,
હોંશે હોંશે... પૂરા પરિવાર સાથે,
પેટનો ખાડો પૂરશે.
ને લાગી જશે ફરી
એ જ વેદનાને સમેટવા.