STORYMIRROR

Deviben Vyas

Inspirational Others

4  

Deviben Vyas

Inspirational Others

ભીતરે

ભીતરે

1 min
248

મોહમાં ભાવ ભળતો નથી ભીતરે,

લોભથી લાભ મળતો નથી ભીતરે,


સ્વર્ગ પણ આ જ છે, નર્ક પણ અહીં જ છે,

ક્રોધથી દાવ કળતો નથી ભીતરે,


જિંદગી છે અમૂલી, સમયને સમજ,

સ્વાર્થથી સ્નેહ ખળતો નથી ભીતરે,


પ્રેમથી જીત સાચી મળે છે જગે,

છેહથી નેહ વળતો નથી ભીતરે,


આત્મને છેતરી ક્યાં જશે આખરે ?

દ્રોહથી ધર્મ ફળતો નથી ભીતરે,


મર્મને ઓળખી લે જગે સત્ય શું ?

દ્રેષથી દર્શ ઢળતો નથી ભીતરે,


પુણ્ય શું? પાપ શું ? ફર્ક છે દ્રષ્ટિનો,

દર્પથી ગર્વ ગળતો નથી ભીતરે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational