ભીંજાતા જવું છે
ભીંજાતા જવું છે


વચને જકડાવા કરતા,
વિશ્વાસથી બંધાતા જવું છે,
તારી ભીની ભીની લાગણીએ,
હૈયાને ઢાળતા જવું છે.
ગુલાબી આ રાતમાં,
તારી યાદોની હોડ જામી છે,
તારા નામના સોળ શણગાર,
મારે સજતા જવું છે.
પ્રેમ પ્રેમને માત્ર પ્રેમ વરસે છે,
તારી દરેક વાતમાં
મારે બસ ખાલીએ,
વાંછટથી ભીંજાતા જવું છે.
મળીશું જ્યારે નક્કી ત્યારે,
વિરહની વેદના વહેશે,
ત્યાં સુધી મારા ઊંડે ઊંડે,
ડુસકા દફનાવતા જવું છે.
નિરંતર અવિરત કંટકને,
હંફાવી વહેતા પ્રેમના દરિયે,
નજરોમાં સમાવી તને,
મારે તો ડૂબતા જ જવું છે.
ક્ષણક્ષણ હોય સાથ,
એકમેકનો આ જીવતરમાં,
ચાલ હવે સાથે મળીને,
ઝંઝવતોને હંફાવતા જવું છે.
સાથ ભવનું વચન તે લીધું,
ને મેં ભવોભાવનું સમર્પણ,
આ એક વાયદે આખરી,
ક્ષણેય ખીલતા જવું છે.