STORYMIRROR

Rekha Patel

Inspirational

4  

Rekha Patel

Inspirational

ભીનાશ

ભીનાશ

1 min
394

ઉમટી પડી કાળી ડિબાંગ ફોજ વાદળોની, 

થાય વીજ લીસોટા ને મેઘ ગર્જના ગગને, 


વીંઝાય સૂસવાટા મારતો પવન તોફાની, 

ડોલાવતો વૃક્ષોની ડાળીઓ ને પાંદડાઓને, 


ધીમી ધારે વાછટ થઈ શરું ને આવી ખૂશ્બુ, 

ધરાની માટી સાથે ભળીને ભીનાશને, 


મોજમાં આવી ખેલ આ મેઘનો જોવા હું નીકળી, 

લઈ છત્રી, ઓઢી મેં તો કોરી રહેવાને, 


ધીંગી ધરાનો આ ધીંગો વરસાદ ક્યાં માને ? 

આજ તો વરસી પડ્યો ધૂંઆધાર જુઓને,


ઘડીમાં તો થઈ ગયું પાણી પાણી સર્વત્ર, 

તરબતર બની આ તરસી ધરા જુઓને !


પણ, આ શું ? ક્યાં ગયાં એ વાદળો કાળાં ? 

કેવી રમે સંતાકૂકડી આ સૂરજ જુઓને ! 


ભીનાશની આરપાર, નીકળ્યાં પાર પામવા, 

કિરણોની સોગાત આવી રમાડવા ધરતીને, 


"સખી" ખેલ આ કુદરત તણો કેવો અદ્ભૂત છે, 

કયાંક તડકો છે ને ક્યાંક છાંયો છે જુઓને ! 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational