STORYMIRROR

Kinjal Pandya

Inspirational

3  

Kinjal Pandya

Inspirational

ભારતનું સપનું

ભારતનું સપનું

1 min
315

હરેક ભારતીયોનું સપનું સાકાર થઈ રહ્યું,

મારું ભારત ફરી એકવાર અખંડ થઈ રહ્યું,


ભારતના સપૂતોનું બલિદાન રંગ લાવી રહ્યું,

આજ મારું ભારત ફરી કેસરિયા કરી રહ્યું,


હિંદ, હર હર મહાદેવના નારા લગાવી રહ્યું,

સ્વતંત્રતા પર્વની તૈયારી આજથી કરી રહ્યું,


જાણે કે ફરી રામ રાજ્યની તૈયારી કરી રહ્યું,

નરકેસરીના હસ્તે શિલાન્યાસ કરાવી રહ્યું,


માં ભારતીનું મસ્તક ગર્વથી ઊંચુ થઈ રહ્યું,

જુઓ ને આજ માનું આંચલ લહેરાય રહ્યું,


હરેક ભારતીયો નું સપનું સાકાર થઈ રહ્યું,

મારું ભારત ફરી એકવાર અખંડ થઈ રહ્યું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational