STORYMIRROR

Komal Kalma

Inspirational

3  

Komal Kalma

Inspirational

ભારતની શાન

ભારતની શાન

1 min
8

આન, બાન અને શાન છે તિરંગો,

જન જન ને ગૌરવવાન બનાવે છે તિરંગો,


એકતા અને બલિદાનનું પ્રતિક છે તિરંગો,

સત્ય અને શાંતિનું રૂપક છે તિરંગો,


જગતનાં ખૂણે ખૂણે નવાઝંકાર સુણાવે તિરંગો,

નાશ ને નવસર્જનમાં બદલે છે તિરંગો,


ગંગા - યમુના નિરંતર વહેતી, લોકમાતાની ભૂમિભારત,

રાષ્ટ્ર કાજે બલિદાનની ગાથા ગુંજતી તે ભૂમિભારત,


ત્યાગ અને સમર્પણનું દ્રષ્ટાંત છે ભારત ભૂમિ,

સર્વ ને વીરતાનાં પાઠ શીખવતી આ ભારત ભૂમિ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational