STORYMIRROR

Arjun Gadhiya

Inspirational

4  

Arjun Gadhiya

Inspirational

ભારતની જયકાર

ભારતની જયકાર

1 min
336

જય‌કાર ગાવો, જયકાર ગાવો,

ભારતની જયકાર ગાવો,


સ્વતંત્રતા સદીઓ બાદ ગાવો,

ભારતની જયકાર ગાવો. જયકાર૦...


બલિદાનીઓનાં બલિદાન ગાવો,

પરાક્રમના પરિણામ ગાવો,

ભારતની જયકાર ગાવો. જયકાર૦...


શિવા; રાણા પ્રતાપ ગાવો,

મંગલ; ભગત; સુભાષ ગાવો,

ભારતની જયકાર ગાવો. જયકાર૦...


યુદ્ધ; ફાંસી; કારાવાસ ગાવો,

સંઘર્ષ; હિંમત; વિશ્વાસ ગાવો,

ભારતની જયકાર ગાવો. જયકાર૦...


શૌર્ય; સમર્પણ; સન્માન ગાવો,

આઝાદ એમ હિંદુસ્તાન ગાવો,

ભારતની જયકાર ગાવો. જયકાર૦...


'અર્જુન'નું વતન આઝાદ ગાવો,

સ્વપ્ન સદીઓનું સાકાર ગાવો,

ભારતની જયકાર ગાવો. જયકાર૦...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational