STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

ભારતને ભારત રહેવા દો

ભારતને ભારત રહેવા દો

1 min
201

ભારતને ભારત રહેવા દો

મનની શાંતિ સકળ સુખદાતા,

જગ ચેતના જગવવા દો

આવો બંધુ અવાજ ઉઠાવો

ભારતને ભારત રહેવા દો,


પુણ્ય ભૂમિએ પ્રગટ્યું દેવત્ત્વ

સારા જગે મલકવા દો

અહિંસા એ આધાર જગતનો

કરુણાથી છલકવા દો,


હિંસા એ અત્યાચાર અકલ્યાણી

માનવને માનવ રહેવા દો

ઉપકારોના મેઘ અવનિએ સીંચો

વનરાજીને મ્હોંરવા દો,


પશુ પક્ષી અબોલા જીવડા

પૂરક બનશે પથરાવા દો

સૌના સુખે થાશો સુખીયા

ભાવ ઉરે છલકાવા દો,


સરિતામાંથી સાગર થૈ મ્હાલો

સપ્ત ખંડે સંવરવા દો

મીઠા બોલે દો આવકારો

સુધા સ્મિત રેલાવા દો,


બુદ્ધિ બળથી વિકાસ કેડીએ

સુખ શાંતિ પથરાવા દો

પાપ મારગેથી પાછા વળો

પ્રતિક્રમણને પ્રગટવા દો,


અખિલ બ્રહ્માંડનો એક જ ઈશ્વર

બની સંતાન શોભા દો

સારું સારું ગ્રહણ કરીને

અનંત સુખને સથવારો દો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational