STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational Others

4  

Ramesh Patel (Aakashdeep)

Inspirational Others

ભારતીય ખેલંદા

ભારતીય ખેલંદા

1 min
294

મંત્ર અમારો ફતેહના ડંકા

રમત હુન્નરના રણ બંકા

છીએ અમે ભાઈ ભારતીય ખેલંદા


થઈ મહારથી મેદાને ઊભા

મુકાબલે મતવાલા

જીતવું એજ લક્ષ્ય લાખેણું

ભાવ ધરી ખેલે ચુનંદા

છીએ અમે ભાઈ ભારતીય ખેલંદા


સંઘ ભાવના જોશ જગાવે

પહાડ સમ દેવા ટક્કર

હૈયે હામ ને તનમાં જોમ

ડગ ભરતા રંગે  નક્કર

ગુંથતા હારલા વિક્રમોના બંદા

છીએ અમે ભાઈ ભારતીય ખેલંદા


ફરફર ફરકે ગર્વે ત્રીરંગો

વિજય તણા દુદુંભી

ગલી ગલીએ ગાજે શોર

જય જય ભારત ભૂમિ

ઝૂમતી હૈયે ખુશીઓ આજ અનંતા

છીએ અમે ભાઈ ભારતીય ખેલંદા


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational