Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ધારા આહિર "પ્રવાહ"

Inspirational Others

4  

ધારા આહિર "પ્રવાહ"

Inspirational Others

ભારત તણી ભોમ

ભારત તણી ભોમ

1 min
242


ફરી આવ્યો બધી ભોમ, ભારત જેવું ન થાય,

રંગબેરંગી વાત નિરાળી છે માતૃભોમ તણી,

કંઈ કેટલાય શિર કપાય, ધડ લડ્યા દેશ કાજ,


ફરી આવ્યો બધી ભોમ, ભારત જેવું ન થાય,

બંગાળી, હિન્દી, ગુજરાતી,વગેરે એવી ભાષાઓ,

વળી જાત-જાતના પહેરવેશ છે આપણા રાજ્યના,


ફરી આવ્યો બધી ભોમ, ભારત જેવું ન થાય,

ઉત્તરે અડીખમ હિમાલય, દખ્ખણ દરિયાની લહેર,

પૂર્વમાં ચાના બગીચાઓ,પશ્ચિમ રૂડું ગુજરાત અહીં,


ફરી આવ્યો બધી ભોમ, ભારત જેવું ન થાય,

હિન્દુ,શીખ, મુસ્લિમ વગેરે ધર્મ સમભાવ છે અહીં,

નાત-જાતના ભેદભાવ ભૂલી રહે સૌ હળીમળી,


ફરી આવ્યો બધી ભોમ, ભારત જેવું ન થાય,

ટાટા, અંબાણી,એસ્સારના ધમધમતા ઉદ્યોગો અહીં,

અભિલેખોને શિલાલેખોમાં કંડારેલા ઇતિહાસ અહીં,


ફરી આવ્યો બધી ભોમ, ભારત જેવું ન થાય,

ખાવાપીવાનાને હરવાફરવાના શોખીન લોકો અહીં,

પોતાની મોજમાં જીવતા ઉદાર વિચારવાળા છે અહીં,


ફરી આવ્યો બધી ભોમ, ભારત જેવું ન થાય,

હળીમળીને ઉજવાતા વિવિધ ધર્મના તહેવારો અહીં,

ભાઈચારાની ભાવના પેદા કરી "પ્રવાહ" રહે સૌ અહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational