STORYMIRROR

Vrajlal Sapovadia

Inspirational

4  

Vrajlal Sapovadia

Inspirational

બહાનું

બહાનું

1 min
17

નથી ઊગવું જેને બહાનું માટીનું બતાવે, 

ઉગનાર પથ્થર વચ્ચે નીકળી જતાવે, 

સફર લાંબી કાપી મૂળિયાં ભીંતે ઉગે, 

ચિક્કાર માટીમાં કોરાં નીકળે જુગે. 


સેવાળ નીપજે કૂવે ઊંડે અંધારીયે, 

વડ ડાળની ટોચે ભર બપોરે ઘોરીયે, 

પંખીડાં આવી ઉઠાડી મારે ચાંચ, 

નીકળીએ ચરકમાં કરતાં જાંચ. 


ઊગવું પડે પછી નીકળવાં નરક, 

માવજતમાં આટલો છે ફરક, 

સૌને હજાર બહાનાં કહી પટાવે, 

અંતે પોતાની જાતને પટાવે. 


ઉગનારને મળે ઉગવાનું નિમિત્ત, 

મુરઝાઈ ઉગ્યાં પહેલાં સીમિત, 

નથી ઊગવું જેને બહાનું માટીનું બતાવે, 

પડ્યાં રહી એદી સૂતાં ધૂળમાં પતાવે. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational