ભાઈબંધે ભવ તારીયો
ભાઈબંધે ભવ તારીયો
ભાઈબંધે ભવ તારીયો રે મારો,
ભાઈબંધે ભવ તારીયો રે…
ભાઈબંધ ભગવાન બન્યો રે મારો,
ભાઈબંધે ભવ તારીયો રે…
સુદામા થયો તો કૃષ્ણ બની આવીયો, (૨)
વણ કીધે અંતર વાંચીયો રે મારો,
ભાઈબંધે ભવ તારીયો રે…
દુર્યોધન થયો તો કર્ણ બની આવીયો, (૨)
હારવા પણ હારે હાલીયો રે મારો,
ભાઈબંધે ભવ તારીયો રે…
'અર્જુન' થયો તો સારથી બની આવીયો, (૨)
જીતનો જયકાર કરાવીયો રે મારો,
ભાઈબંધે ભવ તારીયો રે…
