ભાઈ બહેનની વાત
ભાઈ બહેનની વાત
આવ્યો આ ભાઈબીજનો સુંદર તહેવાર,
ખુશીઓ લઈને આવ્યો એ અપાર.
હાથ જોડી ઈશ્વરને ભાઈ માટે કરે પ્રાર્થના,
માંગે ઈશ્વર પાસે એ કે, ભઈલાને આંચ ના આવે લગાર.
ભાઈના લાંબા આયુષ્યની ઈશ્વરને કરે પ્રાર્થના,
ભઈલા માટે એના હૈયે સ્નેહ છે અપાર.
બસ ભાઈના સ્નેહ સિવાય કશું એ ચાહતી નથી,
કોઈ પણ સ્થિતિમાં ભાઈને સ્નેહ કરતી રહે છે એ લગાતાર.
પોતાનું સઘળું આપી દે છે એ પોતાના વીરાને,
એના હૈયે વીરા માટે સ્નેહ છે પારાવાર.
મળે છે અખૂટ પ્રેમ વીરાનો, માને આભાર ઈશ્વરનો,
ભાઈના સાથ થકી એને સુંદર અને પ્યારો લાગે આ સંસાર.
