STORYMIRROR

Kiran piyush shah "kajal"

Classics Others

3  

Kiran piyush shah "kajal"

Classics Others

શ્યામ દિવાની

શ્યામ દિવાની

1 min
277

ફાગ ગાતા હોળી રમતાં  નથી રંગાવું મારે 

ગુલાલને કેસુડાના રંગે, મને તો કાન્હા

તારા શ્યામ રંગે રંગાવું છે હવે


રંગ એવો પાકો એના પર ન ચડે રંગ બીજો

મનમંદિરમાં વસ્યો મારો કાન્હો,

રાધાની કીકીમાં મેં એને જોયો

ત્યારથી સુધ ભૂલી કાન્હા

તારા પ્રેમમાં પાગલ બની

બસ પછી તો કરી યુગો યુગોથી


તારી જ પ્રતિક્ષામાં રાત અધરાત 

તારી વાંસળીના સૂર સાંભળું

ત્યારે મન થાય કે 

કાજલ બની આભ પર છવાવું

કે કાન્હાના પ્રેમમાં 

હરિપ્રિયા તરીકે ઓળખાવું


એક એક ધબકારે નામ એનું ગુંજતું

દ્રષ્ટિ મારી જ્યાં પડે

 મનમોહન તને જ નિહાળું

શું ફર્ક પડશે અગર તું નહી મળે?

તારા દર્શન નહીં થાય કે તારા વિના ?

હ્રદયનો ધબકાર બંધ થશે ?

શ્વાસોની દોર તૂટશે ?


ભલે થાય બંધ

ને તૂટવા દે ખૂટવા દે શ્વાસ

નવો જન્મ નવું રુપ પણ બનીશ

ના રહીશ કાયમ

હું કાન્હા તારી જ દિવાની

તારા શ્યામ રંગની ચાહક 

કાજલ કહે કે કહે તું 

તારી પ્રિયા હરિપ્રિયા


Rate this content
Log in

Similar gujarati poem from Classics