ભાગતી દુનિયા
ભાગતી દુનિયા
આજ જાહોજલાલી માટે કરે બેફામ ખર્ચા,
ક્યારેક આવકથી પણ વધુ કરે ખોટા ખર્ચા,
દેખાડા માટે બેંકમાંથી લોન લેવાય અને મોંઘી વસ્તુ ખરીદે,
વ્યાજને પહોંચી વળવા દિવસ રાત કામ કર્યા કરે,
આજ માતા પિતા ને બાળકો સાથે રમવા સમય ના હોય,
એમને આયાને ભરોસે છોડી કામ પર જતા હોય,
આજ દરેકનું જીવન બ્રેક વગરના વાહન જેવું થઈ ગયું છે,
ભાગતી દુનિયા સાથે જીવનમાં સતત ભાગવું એવું થઈ ગયું છે.
