STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Children

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Children

ભાઈ બહેનની સુંદર જોડી

ભાઈ બહેનની સુંદર જોડી

1 min
227

ભાઈબહેનની એવી પ્રીત

ઘરમાં રચે જાણે સાત સુરોનું સંગીત

ભાઈ બહે ની જોડી

કરે ઘર માં દોડા દોડી


ખુશીઓની લાવે એ હોડી

ભાઈ સાથે લડે ઝઘડે

રિસામણા ને મનામણાં કરે

તોય ભાઈ ને અદભુત વ્હાલ કરે


સદા લાગણી રાખે ભાઈ માટે હૈયાને બારણે

સંબંધો મહેકે ગુલાબ જેવા સૂતરને તાંતણે

રાખી બાંધી પ્રેમથી ભાઈને બાંધે

ભગવાનને પણ ભાઈની ખુશી માટે મનાવે


ભાઈના પ્રેમના બદલામાં

આખા જહાનની ખુશીઓ ભાઈને શરણે ધરે

એવી છે ભાઈ બહેનની જોડી


પ્રેમની વર્ષાથી સદા ભીંજવે ભાઈને

એવી પ્રેમાળ ને અતૂટ છે ભાઈ બહેનની પ્રિતલડી


ખુશીથી સદા પાવન બને તારું આંગણું

એજ સૌથી મોટું મારું નજરાણું

બસ તું સાચવજે મારું ટાણું

એટલું જ ભઈલા તારી પાસે હું માગું


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational