ભાગ્યરેખા
ભાગ્યરેખા


સઘળું મળવાની રાખી એક આશ,
પ્રેમ મેળવવાની અપેક્ષા ભારોભાર,
છતાંય સર્વસ્વને છોડવાની એ ઘડી,
નથી કોઈ રમતની નાનકડી જ કેડી,
આ છે એક નારીની જ ભાગ્યરેખા.
વહેતી સરિતામાં વહેવાની આશા,
સાકરની જેમ ભળવાની એ ઝંખના,
સઘળું અર્પે છે કોઈને એ તનમનથી
સમર્પણનો આનાથી મોટો પડકાર,
આ છે એક નારીની જ ભાગ્યરેખા.
પ્રેમનો ધોધ વહાવીને નજીવી આશા,
પોતીકી બને કોઈની એ જીજીવિષા,
આરજૂનાં રચ્યાં છે મેં સ્વપ્નમહેલ,
એને બસ ભીંજાવી દે તારાં વ્હાલમાં,
આ છે એક નારીની જ ભાગ્યરેખા.