બેઠો છું
બેઠો છું
રંગોને સજાવી ને બેઠો છું
આંખમાં સમાવીને બેઠો છું
દિલને દુભાવીને બેઠો છું
કોઈનું ઘર સજાવીને બેઠો છું
કરશે કોઈ મારો સ્વીકાર એવી
આશ લઈને અહી બેઠો છું
જાય તે પાછા નથી ફરતા એવું
ફરમાન લઈને બેઠો છું
પોતાની જાતને કઈક બનીને
તમને મળવાને કાજ બેઠો છું
તમે મળી જશો આ દુનિયાની વાત માં
એવી વાત રાખીને બેઠો છું