STORYMIRROR

Shaurya Parmar

Inspirational

2  

Shaurya Parmar

Inspirational

બેસુમાર

બેસુમાર

1 min
14K


ભલે ના હોવ હું, રાજકુમાર,

પણ જે કઈ છું, છું બેસુમાર.

ભલે ના હોય વાદળ કે વીજળી,

બે ઘડી વરસું પણ અનરાધાર.

ભલે ના હોય શત્રુ કે સમરાંગણ,

તલવાર એવી જે હોય તેજધાર

ભલે ના પરખાઉં એવો લાગું,

પારદર્શક છું જોઈ લો આરપાર.

ભલે ના લાગું હું આધુનિક,

ગમાર છું, નથી કરવો સુધાર.

ભલે ના હોય મિલકત કે મૂડી,

મિત્રો અઢળક, જે છે ધબકાર,

ભલે ના હોય સપના અપાર,

હશે તેને ઘડીશ જાણે શિલ્પકાર.

ભલે ના હોવ હું, રાજકુમાર 

પણ જે કઈ છું, છું બેસુમાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational