બેહાલ બની ગયો
બેહાલ બની ગયો
તારી સંગ નજર મેળવી હું દિવાનો બની ગયો,
તારી પાછળ ચાલીને હું પડછાયો બની ગયો,
દિવસ રાત તારી ચોકીદારી કરીને,
હું તારા પ્રેમનો હંમેશા થાણેદાર બની ગયો.
તારા પ્રેમ ભર્યા શબ્દોથી હું શાયર બની ગયો,
તારૂં મધુર મિલન માણવાં હું તરસ્યો બની ગયો,
મારા પ્રેમની તરસને છિપાવવા માટે,
હું તારી પ્રેમ સરિતાના ઊંડાણમાં ડૂબી ગયો.
તારા નિખરતાં યૌવનથી હું મદહોશ બની ગયો,
જામ પીધો નથી છતાં પણ મુજને નશો ચડી ગયો,
તારા યૌવનના નશામાં ઝૂમતાં ઝૂમતાં,
હું તારા પ્રેમના મૈખાનાની મહેફિલ બની ગયો.
દિન રાત તારી સુંદરતાના મોહમાં સરકી ગયો,
તને દિલમાં વસાવવા હું પાયમાલ થઈ ગયો,
ન પૂછ તું મુજને મારી ખેરિયત વિષે "મુરલી",
હું તો તારા પ્રેમમાં પડીને બેહાલ થઈ ગયો.

