બદલી જો દિશા
બદલી જો દિશા
બદલી જો દિશા સ્નેહનાં ઝરણાંની,
ખુશીઓની વણઝાર મળવી ક્યાં દૂર છે !
બદલી જો દિશા સાક્ષરતાના દિપની,
શિક્ષણને ઘરઘર ફેલાવાની વાત ક્યાં દૂર છે !
બદલી જો દિશા પરિવારના હેતની,
સ્નેહની વર્ષા થવાને ક્યાં દૂરી છે !
બદલી જો દિશા પ્રકૃતિના જતન તરફ,
સુંદરતાને ખીલવવામાં ક્યાં દૂરી છે !
બદલી જો દિશા હાસ્યની ઝલક તરફ,
ખિલખિલાટ કરતાં ચહેરા ક્યાં દૂર છે !