બદલાયેલો સમય
બદલાયેલો સમય
મમ્મીને ઘરકામમાં મદદ કરવાના દિવસો આવ્યા છે,
લંચબોક્સને બદલે એના હાથની ગરમ રોટલી ખાવાના દિવસો આવ્યા છે,
પપ્પાની સાથે ગપ્પા લડાવવાના દિવસો આવ્યા છે,
એક રૂમમાં પપ્પાની ઓફિસ અને બીજા રૂમમાં શાળા ખૂલવાના દિવસો આવ્યા છે,
સ્કૂલ બંધ થઈ અને ઘેર ભણવાના દિવસો આવ્યા છે,
મોબાઈલ, લેપટોપ પર ખાલી ગેમને બદલે વિજ્ઞાન ભણવાના દિવસો આવ્યા છે,
એક નાનકડા પણ અત્યંત જીવલેણ જંતુ સામે લડી લેવાના દિવસો આવ્યા છે,
ઈશ્વર પ્રાર્થના અને અરસપરસ હળીમળીને મુશ્કેલીના ઉપાય કરવાના દિવસો આવ્યા છે,
હા, બે ત્રણ પેઢીના સંસ્કાર ભેગા મેળવીને જીવી લેવાના દિવસો આવ્યા છે.
