બદલાયાં છે પાસાં
બદલાયાં છે પાસાં
સગપણનું એક નામ આપણું,
દિલનાં સંબંધો બંધાયા તાંતણે..
હું ને તું અમારો પ્રેમ બહું,
લાગણીઓ ચોમેર વેરાય,
બદલાયો છે આજે સમય...
નિઃસ્વાર્થનાં સંબંધો રહ્યાં જૂજ,
સચ્ચાઈની કસોટી થાય આજે,
દંભીઓનો રાફડો ફાટ્યો બહું,
અમીરો આજે ચોમેર પુજાય
બદલાયો છે આજે સમય...
ભાગમભાગનું થયું આ જીવન,
દરેક વસ્તુમાં હરિફાઈ આજે,
મનની આરજુઓ મુંઝાય બહું,
સંતોષ તો આજે લુપ્ત દેખાય
બદલાયો છે આજે સમય...
નાનું જીવનને મોટી મથામણ,
મન સહેજે બહેલાય આજે,
કુદરતને માનું હું ખુદથી વધું,
શ્રદ્ધાનાં સરગમ ચોમેર રેલાય,
બદલાયો છે આજે સમય...
