બદલાતો સમય
બદલાતો સમય

1 min

411
મા-બાપના પવિત્ર પ્રેમનો પ્રસાદ છે,
દીકરી વ્હાલનો વરસતો રહેતો વરસાદ છે,
દીકરી એ તો છે ભગવાને સાંભળેલો સાદ,
હવે તો દીકરી બધાના મનની મુરાદ છે.
નાઝ, નખરા અને માસૂમિયતની મોજ છે,
સબંધોની દુનિયાની એ સહુથી પવિત્ર ખોજ છે,
દીકરી એ તો છે ભગવાને સાંભળેલો સાદ,
મા-બાપના દુખને હરતી એક એક્લી આખી ફોજ છે.
દીકરીના સ્નેહનો સમંદર અમાપ છે,
મોટી થઇને બની રહે છે ‘મા’, એવો અનેરો વ્યાપ છે,
દીકરી એ તો છે ભગવાને સાંભળેલો સાદ,
કૂખને દીકરીની કબર બનાવવું સૌથી અધમ પાપ છે.