STORYMIRROR

Bharat Thacker

Inspirational Others

4  

Bharat Thacker

Inspirational Others

બચપનની મસ્તી

બચપનની મસ્તી

1 min
157

બચપનની ધીંગામસ્તી ખુબ જ મસ્ત હોય છે,

તેમાં પણ પાણીમાં મસ્તી ખુબ જબરદસ્ત હોય છે,

કોઇ પાછા લાવી આપો બચપનના દિવસો,

થાય બચપન પુરુ અને જિંદગી વ્યસ્ત હોય છે

 

ઘરથી ભાગી ને તળાવમા દેવા ધુબાકા, શરારત હોય છે,

બચપનની જિંદગી જ, જિંદગીની સાચી જન્નત હોય છે,

કોઇ પાછા લાવી આપો બચપનના દિવસો,

થાય બચપન પુરુ અને જિંદગી સમસ્યાગ્રસ્ત હોય છે.

 

બચપનમાંજ જિંદગીની મજા શત પ્રતિશત હોય છે,

સમસ્યાઓથી દૂર જિંદગી રમતમા વ્યસ્ત હોય છે,

કોઇ પાછા લાવી આપો બચપનના દિવસો,

થાય બચપન પુરુ અને જિંદગી હતાહત હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational