STORYMIRROR

Vrajlal Sapovadia

Drama

4  

Vrajlal Sapovadia

Drama

બારી

બારી

1 min
144

નાની અમથી બારી જાળવે બારણાનો વિવેક,

હરફ ના ઉચ્ચારે લહેરતી હવા પ્રવેશે હળવેક,


બંધ બારણે ઘરમાં દિવસે દૂર કરતી અંધકાર,

તીવ્ર શીતલ પવન સુસવાટાનો રોકે હાહાકાર,


અબાલ વૃદ્ધ યુવા હૈયા તણી એકલતા ભગાડે,

પિયુ ઇંતજારમાં કોડીલી કન્યાને રાતે જગાડે,


ચોરે ચૌટે ફરતા તકવાદી શોધતા છટક બારી,

ટિકિટ બારીની કતારમાં ઊભા રાહ જોઈ વારી,


ક્યાં હોય છે હવે વળી ઘર ઘરમાં ગળક બારી,

ખુલ્લી બારી ઘ્વનિને આવકારે પ્રેમે પરબારી,


ગરમી ઠંડી વાછટ સાટુ નિશદિન છે આમંત્રણ,

બારીના પરોણાને ક્યાં જરૂરી દ્વારનું નિમંત્રણ,


નાની અમથી બારી જાળવે બારણાનો વિવેક,

કમાડ દરવાજો ને બારી સાધે સુમેળ એકમેક.


Rate this content
Log in

Similar gujarati poem from Drama