બારેમાસ હોય
બારેમાસ હોય
નસીબ કેરા ખેલ ન્યારા, સારા તો સહવાસ હોય,
નહિતર આશા રાજપાઠ ને સવારે વનવાસ હોય,
ને અજબ કૈક રીત આ દુનિયાની જે ખબર પડી,
એકાંતેય ક્ષણ ન મળે, સમૂહમાં નવરાશ હોય,
અને આ જગતની રીત સાવ અલગ વળી ક્રૂર,
ગરીબને ભોજન ન મળે, અમીરને ઉપવાસ હોય,
મન કહે મળવું છે ત્યારે જ વચ્ચે દીવાલ હોય,
અંધારે જીવન વીતે, કદમ પછી અજવાસ હોય,
ઋતુ બદલે પછી જ મળે તડકો ને છાંયડો 'યાદ',
છતાંય એમની યાદમાં આંખે વર્ષા બારેમાસ હોય.
