STORYMIRROR

Rajesh Hingu

Children

5.0  

Rajesh Hingu

Children

બાપુજી

બાપુજી

1 min
820


હૃદયસ્થ બાપુજીને વંદન


ક્યાં હયાતીમાં એ સમજાણા હતા!

બાપુજી મારા 'બહું શાણા' હતા !


એટલે ચળકે છે મારો કોટ આ,

બાપુજીની બંડીમાં કાણાં હતા.


એમણે કુનેહથી ઉકેલ્યા ઘણાં,

જે સબંધો ખૂબ ગૂંચવાણાં હતા


પીઠ પર બેસાડતાં, "ચેતક" બની,

બાપુજીનાં આપણે "રાણા" હતા.



Rate this content
Log in

Similar gujarati poem from Children