ગરમાળો
ગરમાળો
1 min
12K
ગ્રીષ્મમાં મધ્યાહ્ને સૃષ્ટિને બાળતો પ્રખર તાપ
સુવર્ણક તારા પીળા ઝુમ્મરમાં છૂપાયો સંતાપ
કરી સૂર્યકિરણ રસપાન ખીલ્યો સુવર્ણભૂષણ
અમલતાસ સોનેરી ફૂલ પલ્લવિત આભૂષણ
રહ્યો રેચક સ્વભાવ દીર્ઘ શીંગ મહીં સ્વર્ણવૃક્ષ
વ્યાધિધાત મૃદુ વિરેચન મીઠી છાંય રાજવૃક્ષ
નૃપ્રદુમ, સોનાલૂ, આરગ્વધ તખલ્લુસ નામ
સ્વાદે શ્યામ શીંગ ગર્ભ અલ્પ મધુરીસી આમ
ગ્રીષ્મમાં મધ્યાહ્ને સૃષ્ટિને બાળતો પ્રખર તાપ
પશુ પંખીને છાંયડો દઈ કરતો અવિરત જાપ
