ગરજ
ગરજ

1 min

11.8K
હોય વેંત પણ ગરજે બને ગજ
જગમાં ગજે મપાય ગરજ
ગરજનાં માર્યા ગાજર ખાધા
ખપ પૂરો થાયે ભાગ્યા આઘા
ગરજે આગળ અક્કલ આંધળી
ગમતી ગરજ ગધાડી બાપડી
ગરજ ગાંઠે ને વિદ્યા પાઠે
જરૂર પડ્યે ચડી આવે કાંઠે
ગરજ સરી એટલે વૈદ વેરી
સ્વાર્થ સમે ખાબોચિયું કાવેરી
એક મા સો શિક્ષકની ગરજ સારે
આવશ્યકત્વ સંજયે પુરુષાર્થ તારે
ગરજવાનને અક્કલ ન હોય
અપેક્ષા વધુ કરાવે હાયહોય
ગરજે ગધેડાને બાપ કહેવો પડે
જરૂરિયાત ઓછી તો ડુંગર ચડે
હોય વેંત પણ ગરજે બને ગજ
ગરજ પડ્યે બહેરું થાય મગજ.