વાવાઝોડું
વાવાઝોડું
1 min
11.8K
થરથરતાં માનવ, દાનવ અને દેવતા
સાંભળીને વાત કે ઝંઝાવાત આવતાં
પધારીયે ગમે ત્યારે કરીયે નહીં વાત
આવી ચડું વાયુગોળા લઇને ચક્રવાત
ક્યારેક ઘુમતાં ઉપર આભમાં ચડવા
આડા ને ઊભા ફરતાં છાપરા ઉડાડવા
લાવતાં વાદળ ભૂ અફાટ ઢોળતાં
રેલાવી વાદળ નાના મોટા ઢંઢોળતાંં
વંટોળીયો સ્વભાવે ઠંડો હોય કે ગરમ
વાદ વિવાદ વાત જરાય નહીં નરમ
રંજાડતાં ઘર ભાંગતાં કંઈક ડૂબાડતાં
માસૂમ બેગુનાહને યમ પાસે ઉડાડતાં
થરથરતાં માનવ, દાનવ અને દેવતાં
પશુ ને પંખીની ઉપાધિ અનંત લાવતાં
