પુસ્તક સાથે પ્રીત
પુસ્તક સાથે પ્રીત

1 min

12K
પુસ્તક સાથે અમને થઈ છે પ્રીત રે..
એજ સાચો સાથીને વળી મીત રે..
કદી એ લઇ જાય પરીઓના દેશમાં,
આનંદ ભરી દે એ અમારે ચિત્ત રે..
મિર્જા ગાલીબને કદી ઘાયલની ગઝલ,
એમાં ડૂબીને પ્રેમના ગાઇએ ગીત રે..
એકલતા દૂર ભાગે એના સંગમાં જો,
મન થઇ જાય હિમાલય શું શીત રે..
ગીતા રામાયણ ને વાંચો મહાભારત ગ્રંથ,
થાશે હંમેશા ઉદ્વેગમાં તમારી જીત રે.