કામની મહત્તા
કામની મહત્તા
ફરું છું હું પાસેના બાગમાં,
નાની કુદરતની આસપાસમાં.
સવારનો ઠંડો પહોર છે,
ઉગેલા ફૂલોની છોડ છે.
સુગંધ ફૂલોની આહ્લાદક,
વાતાવરણ છે મનમોહક.
પસાર કરવો છે મારે તો સમય,
કરવા માટે સાવ કોઇ કામ નથી.
દિવસ કેમ કરીને પસાર કરવો,
સમય રોકવાનું આપણું કામ નથી.
ત્યાં જોયું એક પતંગિયું,
આવી બેઠું ફૂલોના છોડ પર.
સુગંધની તેને પડી નથી,
તેનો રસ તો ફૂલોના રસ પર.
પૂછ્યું મેં આ શું કરે છે તું?
સુગંધને બદલે રસ પર કેમ ધ્યાન છે?
તેણે કહ્યું સુગંધ તો તમારા માટે,
રસ ભેગો કરવો એ જ અમારું કામ છે.
તમે બન્યા છો નવું અલગ કરવા,
અમને એની છૂટ મળી નથી.
પણ જ્યારે તમે કંઈક નવું કરી શકો,
તેની તમે સાવ કંઇ પડી નથી.
આંખો મારી ઉઘાડી એક નાના પતંગિયાએ,
હવે હું સમયનો ઉપયોગ કરું છું.
બીજાને કામ અને સમયનો ઉપયોગ કહું છું,
બધાને મહત્તા સમજાવતા ફરું છું.